Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જામનગરમાં નેવી હાફ મેરથોન-ર૦૧૯ યોજાઇ

નેવી ડેની ઉજવણીના ભાગરૂપે આઇએનએસ વાલસુરા દ્વારા ન્યાય એનર્જીના સહયોગથી ઇન્ડિયન નેવી દ્વારા જામનગર નેવી હાફ મેરથોન (ર૧ કી.મી.) યોજાઇ હતી. આ હાફ મેરેથોન દોડમાં ૧૦ કી.મી.દોડ અને પ કિ.મી.માં યોજાઇ હતી જેમાં ખાસ મનોરંજન કાર્યક્રમો પણ યોજાયા હતા. લાખોટા તળાવથી હાફ મેરેથોનને સીએમડી સી.રઘુરામ, વી.એસ.એમ.કર્માન્ડિંગ ઓફીસર આઇ.એન.એસ.દસ કિ.મી. દોડને પ્રસ્થાન કરાવી હતી. ન્યારા એનર્જીના સી.મનોહરને હસ્તે ફલેટ કરી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જયારે કમિશનર સતીષ એ.પટેલ દ્વારા પ કિ.મી. દોડને પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું.જામનગરના ૩૦૦૦ થી વધુ નાગરિકોએ આ હાફ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. નાનાથી માંડીને મોટેરાઓ પણ આ મેરેથોન દોડમાં દોડતા જોવા મળ્યા હતા ત્રણેય કેટેગરીમાં સ્કુલના બાળકો ઉપરાંત એનસીસી કેડેટ્સો, ભારતીય સેના અને એરફોર્સ, શાસ્ત્ર સીમા બાલ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પોલીસ અને વિવિધ સંસ્થાઓના લોકોએ રવિવારે હાફ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.  લોક જાગૃતિ લાવવા સામાજિક મુદ્દાઓ સાથે ઘણા બાળકોએ પ્લેકાર્ડ સાથે હાફ મેરથોન દોડમાં જોવા મળ્યા હતા સૈનિક સ્કુલ બાલાચડીના ૧૪૦ થી વધુ બાળકો પણ જોડાયા હતા. હાફ મેરેથોન દોડમાં સ્નેજે ઘોષાલે મેદાન માર્યું હતું શોભા પરમારે, મહિલાઓમાં હાફ મેરેથોનમાં વિજેતા બન્યા હતા. ૧૦ કિ.મી. દોડમાં પુરૂષોમાં મોરસિંહ ધાંગર વિજેતા બન્યા જયારે મહિલાઓમાં કાજલ વિજેતા બન્યા હતા. પ કિ.મી.ની કેટેગરીમાં બિનોદ ઓરાઓન અને શાલિની મિશ્રાએ ટોચનું સન્માન મેળવ્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્વીરો,  કિંજલ કારસરીયા, જામનગર)

(11:49 am IST)