Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

નાની ધંસારી ગામે વિદેશી પક્ષીઓનું આગમન

કેશોદઃકેશોદ તાલુકાના નાનીદ્યંસારી ગામે આવેલ એક તળાવના ખાડામાં થોડા વિદેશી પક્ષીઓનુ આગમન થતા કુદરતી નઝારામા મગ્ન થયેલ વિદેશી પક્ષીઓ કુદરતી નજારાનો આનંદ સાથે આહાર લેતા નજરે પડે છે પક્ષી પ્રેમીઓના જણાવ્યા મુજબ વિદેશી પક્ષીઓ જે વિસ્તારના એક વખત મહેમાન બનેછે તે જગ્યાએ અવારનવાર આવતા હોયછે જો કે થોડા દિવસો બાદ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓનુ મોટી સંખ્યામાં આગમન થવાની શકયતા છે ત્યારે વિદેશી પક્ષીઓના આગમનની પક્ષીપ્રેમીઓની રાહ જોવામાં ઉત્સુક બન્યા છે ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓની આગમન થશે ત્યારે અનેક તળાવો વીદેશી પક્ષીઓથી શોભી ઉઠશે પણ હાલ થોડા વિદેશી પક્ષીઓ મહેમાન બનતા પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(11:48 am IST)