Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જામનગર ફલ્લા- મોડપરમાં ટ્રેકટર સ્થળ ચકાસણી કેમ્પ યોજાયો

સરકારી સબસીડી માટે જરૂરી કાગળોની પ્રર્વતા કરવા માહિતી અપાઇ

જામનગર, તા.૧૦: તાલુકા અમલીકરણ અધિકારીની કચેરી, ખેતીવાડી શાખા-જામનગર દ્વારા તા. ૦૭/૧૨/૨૦૧૯ના રોજ જામનગર તાલુકાના મોડપર તથા ફલ્લા ગામ ખાતે ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સહાયથી અર્પણ કરવાના થતા ટ્રેકટરના સ્થળ ચકાસણી  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોની સબસીડી કેસ ફાઈલમા  વિલંબ ન થાય તેમજ પારદર્શકતાપૂર્વક કામગીરી થાય તે હેતુથી કુલ ૪૦ ગામની કેસ ફાઈલ એકસાથે ચકાસણી કરીને સમયમર્યાદામાં ખેડૂતને સબસીડીની રકમ મળી શકે તેવા હેતુથી અંદાજે ૪૯ જેટલી કેસ ફાઈલની કેમ્પ દરમ્યાન ચકાસણી કરવામાં આવી હતી.

આ કેમ્પ દરમ્યાન કેસ ફાઈલની ચકાસણી તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) તથા લગત સેજાના ગ્રામસેવક દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પ દરમ્યાન લાભાર્થી ખેડૂતો તથા ગામના આગેવાનોએ હાજરી આપી સહકાર આપ્યો હતો તેમ વિસ્તરણ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(11:46 am IST)