Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઉપલેટા પાસે કેનાલમાં અચાનક જ પાણી છોડાતા તૈયાર પાક બરબાદ

ઉપલેટા, તા.૧૦: મોજડેમ ઈરીગેશનની કેનાલ નંબર ૩માં  અચાનક જ  પાણી છોડતાઙ્ગ કોઈપણ જાતની સાફ-સફાઈ કરેલ ન હોવાથી કેનાલમાં રહેલો કચરો કેનાલની કુંડીઓમાં ફસાઈ જતા પાણી કેનાલની બહાર છલકાઈ જતા ખેતરે જવાના રસ્તા ગારીઓમાં ભરશિયાળે રીતસરની નદીઓ વહેવા લાગી હતી.અને આસપાસના ખેડુતોના ખેતરોમાં આ કેનાલનુ પાણી દ્યૂસી ગયું હતું. આ કેનાલનુ પાણી ખેતરોમાં દ્યૂસી જવાથી ખેડૂતોએ એરંડાના પાકમાં ઉતારેલ એરંડી પલડીને તણાઈ જતાં ખેડૂતોને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે. આ વિસ્તારના ખેડુતોએ અગાઉ મોજ ઈરીગેશનના સિંચાઈ ખાતાના અધિકારીઓને તેમજ ધારાસભ્ય લલીતભાઈ વસોયાને પણ આ કેનાલમાં પાણી છોડતા પહેલા સાફ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે તેવી રજુઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં તંત્રની ઘોરઙ્ગ બેદરકારીને કારણે આજરોજ પાણી છોડી દેવાતા આ કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાંઙ્ગ દ્યૂસી ગયા હતા.હવે આ ખેડૂતોને તંત્રના પાપેઙ્ગ તૈયાર થઈ ગયેલો પાક બરબાદ થવા પામ્યો છે.ખેડૂતોને ના છુટકે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ  બચ્યો નથી.હવે આ ખેડૂતોનુ હવે કોઈ સાંભળશે ખરૂ? કે ખેડૂતોને કોઈ વળતર અપાવશે? કે માત્ર વાતોના વડાથી ખેડુતોને રાહત અપાવશે?આ વર્ષ દરમ્યાન અતિવૃષ્ટિ બે બે વખત વાવાઝોડું અને ત્રણ ત્રણ કમોસમી માવઠાના વરસાદ થી આ વિસ્તારના ખેડુતો પાયમાલ થઈ ગયા છે.આ ખેડુતોનો તૈયાર થઈ ગયેલો પાક તંત્રની બેદરકારીને કારણે બરબાદ થઈ ગયો છે. શું હવે અધિકારીઓ વિરુદ્ઘ  સરકાર કોઈ જાતના પગલાં લેશે? કે માત્ર ખેડૂતોએ જ નુકસાની વેઠવાની રહેશે? અધુરામાં પુરૂ આ વિસ્તારના ખેડૂતોએ અધિકારીઓને જાણ કરવા છતાંઙ્ગ પણ ઘટનાસ્થળે કોઈ અધિકારી ફરકયા નહોતા.ખેડૂતોએ જાતે આ કેનાલની કુંડીઓ સાફ કરવાનો વારો આવ્યો હતો.

(11:44 am IST)
  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલઃ પોલીસ સામે નામજોગ FIR કરવા હાઇકોર્ટનો આદેશ :એન્કાઉન્ટરમાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવી પડશેઃ પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવો પડશે access_time 1:09 pm IST

  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST