Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અંજારના બે બહેનો દ્વારા સંશોધન કરાયેલા બે ગ્રંથનું વિમોચન

કાંઠેચા પરિવારની ચારેય દીકરીઓ પીએચડી

ભુજ, તા.૧૦: અંજાર શહેર મધ્યે શૈક્ષણિક સિદ્ઘિ સમારોહ  આંબેડકરના નિર્વાણદિને યોજવામાં આવ્યો હતો. જેમાં એક જ દ્યરની બે બહેનોના સંશોધન ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેથી સમાજના લોકો તથા જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અંજારની નગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડો. કૈલાસબેન નટવરલાલ કાંઠેચા અને ચાર માસ પૂર્વે અકસ્માતમાં અવસાન પામેલા વિજયાબેન નટવરલાલ કાંઠેચાઙ્ગ એક જ દ્યરની આ બે સગી બહેનોએ અલગ અલગ વિષયો પર પી.એચ.ડી કરીને સંશોધન ક્ષેત્રે સિદ્ઘિ પ્રાપ્ત કરતા આ સંશોધન ગ્રંથો આવનારી પેઢીને ઉપયોગી નીવડે તેવા આશયથી તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણીના અભિગમને સાર્થક કરી ચાર દીકરીઓને પી.એચ.ડી અને પોસ્ટ ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરાવી મધ્યમ વર્ગના કાંઠેચા પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે.ઙ્ગ

આ શૈક્ષણિક સિદ્ઘિ સમારોહમાં ડો. કૈલાસ કાંઠેચા કૃત 'કચ્છ કે ગુજરાત એવં હિન્દી કે વિશિષ્ટ ઉપન્યા કા પર્યાવરણીય મૂલ્યાંકન' તથા વિજયા કાંઠેચા કૃત 'રામદાસ મિશ્ર ઔર પન્નાલાલ પટેલ કી ચુનિંદા કહાનિયો કા તુલનાત્મક અધ્યયન' ગ્રંથનું વિમોચન કરાયું હતું. આ સમારોહમાં કચ્છ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર ડો.દર્શના ધોળકિયા, માજી નાણાં પ્રધાન બાબુલાલ મેદ્યજી શાહ, તોલાણી આર્ટ્સ કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણી, માવજીભાઈ મહેશ્વરી, કિશોર ખટાઉ સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:43 am IST)