Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

દુનિયામાં દર વર્ષે ૧૦૦૦ જહાજો ભાંગવામાં આવે છે,જેમાંથી ૨૫૦ જેટલા એકલા અલંગમાં

પર્યાવરણ સુરક્ષા અને જહાજ રીસાઇકલીંગ ખરડો પસાર, ગુજરાતને મબલખ લાભઃ મનસુખ માંડવિયા દરિયાઇ ક્ષેત્રે ધંધામાં વધારો થશે અને રોજગારીની નવી તકો સર્જાશે

નવી દિલ્હી તા.૧૦ : ગઇકાલે પાર્લામેન્ટમાં પર્યાવરણની સુરક્ષા માટે અને જહાજના રીસાઇકલીંગ આ બંને મુદ્દાને સમાવી લેતું 'શીપ રીસાઈકલીંગ બીલ ૨૦૧૯ઁ પાસ કરવામાં આવ્યું છે. આ બીલ પાસ થવાની સીધી અસરો ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં અને દરિયા કિનારા સાથેના સંલગ્ન બિઝનેસ પર હકારાત્મક સ્વરૂપે થશે. શીપબ્રેકોંગ કોડ ૨૦૧૩ અને હોંગકોંગ કન્વેન્શન ૨૦૦૯ બંનેને આ બીલમાં સમાવી લેવાયા છે. આ એક એવું બીલ છે જેમાં પર્યાવરણનું સુરક્ષા અને શીપ રીસાઈકલીંગની પ્રક્રિયામાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી લે છે. માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાના કહેવા મુજબ, ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના ૩૦ ટકા સીધો ફાળો છે. આ બીલ પાસ થવાની સાથે જ પર્યાવરણ માટે બિનહાનીકારક હોય અને શ્રમિકોના સ્વાસ્થ્ય માટે એકદમ સાનુકૂળ હોય એ મુદ્દાઓ હવે સક્ષમ બનશે. આ બીલના કારણે વિશ્વભરના વધુને વધુ જહાજે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રીસાઈકલીંગ યાર્ડમાં રીસાઈકલીંગ માટે આવશે અને દેશના વ્યાપારમાં શીપ રીસાઈકલીંગ બીલ પોતાનો હરણફાળો નોંધાવશે.'

હવે પછી ભારતમાં રીસાઈકલીંગ માટે આવતા જહાજો પાસે રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલાં હોંગકોંગ કન્વેન્શનના ધોરણ મુજબ ઁરીસાઈકલીંગ માટે તૈયારઁ એવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ પ્રમાણપત્ર મળ્યા પછી દરેક જહાજને હોંગકોંગ કન્વેન્શનના ધોરણોના આધારે ડિઝાઈન થયેલા યાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનવા મોકલી શકાશે. હવે ભારતના વ્યાપારમાં વિકાસની તકો વધશે, ભારતના દરેક દરિયાઇ ક્ષેત્રમાં અને ખાસ કરીને ગુજરાતના અલંગક્ષેત્રમાં વધુમાં વધુ રીસાઈકલીંગ પ્લોટ વિકસશે. તેમ શીપીંગ વિભાગના મંત્રી શ્રી મનસુખ માંડવીયા જણાવે છે.

 રીસાઈકલીંગ બીલ વિશ્વના અનેક જહાજોને ભારતના શીપયાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયા માટે પ્રવેશવાના દરવાજા ખોલી આપશે.

 રીસાઈકલીંગ એ દરિયાઈ ક્ષેત્રના બિઝનેસમાં વધારો કરશે અને નોકરીની નવી તકો ઉભી કરશે, પરિણામ સ્વરૂપ ભારતનું સ્થાન રીસાઈકલીંગ ઉદ્યોગમાં મજબુત થશે.

 ગુજરાતના અલંગ, મુંબઈ પોર્ટ, કોલકતા પોર્ટ અને કેરલાના અઝીકકલ જેવા શીપ રીસાઈકલીંગ યાર્ડની ગુણવત્તામાં અને વિશ્વસનીયતામાં વધારો થશે

 દેશમાં ઉપયોગી એવા સ્ટીલના કુલ જથ્થામાં ૧૦% જેટલું સેકન્ડરી સ્ટીલ રીસાઈકલીંગ પ્રક્રિયાથી પ્રાસ થશે, આ પ્રક્રિયા પણ સંપૂર્ણરીતે ઇકોફ્રેન્ડલી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ગણમાન્ય થશે અને ઓથોરીટીવાળા યોગ્ય યાર્ડમાં શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે

 દેશની વ્યાપાર પ્રવૃત્તિઓમાં વિકાસ થશે અને એના થકો દેશની GDP નો ગ્રોથ થશે.

શીપ રીસાઈકલીંગ ઈન્ડસ્ટ્રીમાં હવેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે અને શ્રમિકોના જીવ ન જોખમાય એ મુજબ કામ થશે. આ બીલમાં પ્રદૂષણ અને શ્રમિકોનું જેખમાતું સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓના નિરાકરણ સમાવાયા છે. શ્રી મનસુખ માંડવિયા કહે છે કે, પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્થ તંદુરસ્ત જીવન એ શીપ રીસાઈકલીંગ બીલ ૨૦૧૯નો આત્મા છે. શીપ રીસાઈકલીંગ બીલ ૨૦૧૯નો સ્વીકાર થવો એ ભારતીય મેરીટાઈમ ક્ષેત્ર માટે ખરા અર્થમાં એતિહાસિક ક્ષણ છે.(૧૭.૩)

(12:02 pm IST)