Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આટકોટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈશ્વર બાવળિયાને રાજકોટ આર આર સેલે ઝડપ્યો

આટકોટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસતા ફરતા આરોપી ઈશ્વર ભવાનભાઈ બાવળિયાને રાજકોટ આર આર સેલે ઝડપી પાડ્યો છે રેન્જમાં  અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ  થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ એ  આર.આર.સેલના પો.સ.ઇ.એમ.પી.વાળા ને સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને હકીકત મળેલ જે અન્વયે સ્ટાફના શીવરાજભાઇ ખાચર, ભરતસિહ પરમાર, કુલદીપસિહ ચુડાસમા નાઓએ આટકોટ પો.સ્ટે. પ્રોહી. ગુરનં.૫૦૯૩/૨૦૧૮ કલમ-૬૫ઇ વિ. મુજબના ગુન્હામાં ગુન્હો બન્યા બાદથી નાસતો-ફરતો આરોપી ઇશ્વર ભવાનભાઇ બાવળીયા રે.મોટામાત્રા તા.વિંછીયા વાળાને શાપર(વે.) ખાતેથી ધોરણસર અટક કરી શાપર(વે.) પો.સ્ટે. ખાતે સોંપી આટકોટ પો.સ્ટેને આગળની ધટીત કાર્યવાહી કરવામાં જાણ કરવામાં આવેલ છે.

(1:03 am IST)