Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સમલા અને નાના કેરાલા વચ્ચે ટ્રાવેલ્સ બસ પલ્ટી ખાઇ જતા ૧૪ને ઇજા

સુરેન્દ્રનગર તા. ૧૦ : વઢવાણના રઇ ગામના રોડ પરથી પસાર થતી મુસાફરો ભરેલી ખાનગી બસના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી જતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. આ બનાવમાં બાળકો, મહિલાઓ સહિત ૧૪થી વધુ મુસાફરોને ઇજાઓ થતા સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવાયા હતા. જેમાં એકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતાં.ઙ્ગ

અમદાવાદ તરફથી ૩૦ જેટલા મુસાફરો ભરીને ટ્રાવેલ્સ સુરેન્દ્રનગર તરફ ખાનગી બસ આવી રહી હતી. બસના ચાલકે રઇ ગામના પાટીયા પાસે બપોરના રોંગસાઇડમાં જઇ રોડ નીચે ઉતારી દેતા પલટી મારી દેતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. બસ છે ક ખેતર તરફ ગઇ હતી. બનાવની જાણ થતા પ્રદિપભાઈ ગઢવી, દશરથસિંહ, ધીરેશભાઈ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં ૩૦ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા ત્યારે અચાનક ડ્રાયવરએ સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા બસ રોંગ સાઈડ પર આવેલી ખાડમા ઉતરી પલ્ટી ખાઇ જતાં ૧૪ થી વધુ પેસેન્જર ને નાની મોટી ઇજા પહોંચી હતી.

(4:05 pm IST)