Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કાલાવડ તથા ધ્રોલના નાસતા ફરતા આરોપીઓને દાહોદ જઇ પકડી પાડતી જામનગરની પેરોલ/ફર્લો સ્કવોડ

જામનગર, તા.૧૦: ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દશક અને મુખ્ય પોલીસ અધિકારીના પરીપત્ર અનુસાર જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલના હુકમ મુજબ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ વિ.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ દાહોદ જીલ્લાના રહેવાસી નાસતા-ફરતા આરોપી કે ફર્લો સ્કોડના એ.એસ.આઇ. વનરાજસિંહ આર.વાળાના  રાહબરી હેઠળ પ્રો.એ.એસ.આઇ સંજયભાઇ દલસિંગભાઇ બારીયા, પો. કોન્સ. દિલીપસિંહ દાનુભા પરમાર, અ.લો.ર અજયસિંહ ધનશ્યામસિંહ જાડેજા, રવિરાજસિંહ દામજીભા જાડેજા વિગેરેના દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ઝુંબેશના ભાગ રૂપે મોકલવામાં આવેલા અને ત્યાં જઇ દાહોદ જીલ્લાના ધાનપુર પો.સ્ટેના અત્રેના દરમ્યાન એ.એસ.આઇ વનરાજસિંહ આર.વાળાને કાલાવડ ટૌન પો.સ્ટે પ્રોહી ગુ.૨.નં ૨૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫એઇ ૧૧૬બી વિગેરેના ગુનાના કામેના આરોપીબાઇ ચકીનાબેન ઉંર્ફે સકીબેન ઉર્ફે સકીનાબેન સબુરભાઇ ઝાપડાભાઇ સગોડની પાવગામના નિશાળ ફળીયાની કેડી (પગદંડી)પાસે ઉભેઇ છે તેવી હકીકત મળતા ખાનગી વાહન તથા સરકારી વાહન સાથે ત્યાં જઇ તેને ખરાઇ કરી તે જ હોય પોલીસ ને જોઇ નાસવા લાગતા પકડી પાડવામાં આવેલ હતી. અને મજકુરને કાલાવડ પો.સ્ટેના એક વર્ષ પહેલાના ઉપરોકત ગુનામાં તા.૦૪-૧૨-૨૦૧૮ના રોજ અટક કરી તેને કાલાવડ ટાઉન પો.સ્ટેને સોપવા અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ હતી.

ધાનપુર પો.સ્ટેના કાલીયાગડ ગામે ખોપરા ફળીયામાં રહેતા મુકેશ બંગવતભાઇ દહમા ધ્રોલ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૬૯/૧૩ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ના કામના નાસતા-ફરતા આરોપીને ત્યા તપાસ કરતા મળી આવેલ નહી પરંતુ એ.એસ.આઇ વનરાજસિંહ વાળાએ અન્ય પબ્લીકના માણસો પાસેથી જાણેલ કે મજકુર ગોધરા સબ જેલમાં કેદી તરીકે છે જેથી તે અંગે તપાસને ખાત્રી કરતા મજકુર ગોધરા સબ જેલમાં કાચા કામના કેદી તરીકે ગોધરા ટાઉન એ ડીવિઝન પો.સ્ટેના ગુનામાં હોય તે અન્વયે એ.એસ.આઇ વનરાજસિંહ આર.વાળાએ ધ્રોલ પો.સ્ટે તથા જામનગર કંટ્રોલ રૂમ વિગેરેને ઇમેઇલથી તુરત જાણ કરેલ હતી.

(4:04 pm IST)