Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જેતપુરમાં દારૂના ધંધાર્થીઓ સામે પોલીસની ઘોંસઃ હેરાફેરી કરતા ૮ ઝડપાયા

જેતપુર, તા., ૧૦: શહેર-તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે દિવસમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર ઘોંસ બોલાવતા ૮ શખ્સોને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જાણવા મળતી વિગત અનુસાર શહેર પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ચાંપરાજપુર રોડ ઉપર નીકળેલ ભારે ડબ્બલસવારીમાં આવતા બાઇક ચાલકને શંકાના આધારે રોકી તલાસી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિ. રૂ. ૯૦૦ ની મળી આવતા પોલીસે રાહુલ ગીરીશભાઇ શીલુ (રહે. ટાકડીપર) ધર્મેન્દ્ર અરવિંદભાઇ બાલધા (રહે. બોરડી સમઢીયાળા)ને હોન્ડા નંબર જીજે-૩ જેએમ ૮પ૦ તથા ઇંગ્લીશ દારૂની બોટલ મળી કુલ રૂ. ૪૦,૯૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરેલ જયારે અન્ય કેસમાં ચાંપરાજપુર રોડ ભોજાધાર વિસ્તારમાં કાળા કલરનું એકટીવામાં સા.નંબર પ્લેટ વગરનું આવતુ હોય તેને પણ શંકાના આધારે રોકી તલાસી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯ મળી આવતા પોલીસે જયદીપ હરસુખભાઇ લાલકીયા તેમજ જયેશ ઉર્ફે ભુરો દિનેશભાઇ સુરેલા (રહે. બંન્ને દેરડી)ની દારૂની બોટલો તેમજ એકટીવા મોટર સાયકલ મળી કુલ રૂ. ૪પ,૪૦૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી આ દારૂ કોની પાસેથી લાવેલ તે પુછપરછ કરતા રોહીત (રહે. ભાદરના સામા કાંઠે) હરેશ રવજીભાઇ મકવાણા(રહે. જેતપુર) પાસેથી વહેચવા લીધેલ હોવાનું જણાવતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી બન્ને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચોકીધાર પાસે નીકળેલ ત્યારે જુનાગઢ તરફથી આવતુ હોન્ડા મો.સા.ને શંકાના આધારે રોકી તેની તલાશી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૦ મળી આવતા પોલીસે બાઇક ચાલક કરમણ ઉર્ફે બીજલો રાજાભાઇ ભારાઇ (રહે. જુનાગઢ) ની હોન્ડા મો.સા.નં. જીજે-૩ એએફ-૪૭૯૮ સહીત પ્લાસ્ટીકનો કેરબો અને ઇંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂ. ર૯,૭૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ આ દારૂ કોની પાસેથી લાવેલ તે અંગે પુછપરછ હાથ ધરેલ અન્ય બનાવમાં આરબ ટીંબડી ચોકડી પાસેથી ડબલ સવારીમાં આવતા મો.સા. ચાલકોને તપાસતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૪ કિ. રૂ. ૧ર૦૦ ની મળી આવતા પોલીસે હરેશ વિનોદભાઇ તેજાણી, નરેન્દ્ર નારણભાઇ જેઠવા (રહે. જેતલસર)ની નંબર પ્લેટ વગરના હોન્ડા મો.સા. તેમજ દારૂની બોટલો મળી કુલ રૂ. ર૧ર૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી આ દારૂ અંગે પુછતા  પ્રતાપ વલકુભાઇ દુદળ (રહે. જેતપુર)ના નામ જણાવતા તેની પણ ધરપકડ કરી તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ.

આમ શહેર-તાલુકા પોલીસે કુલ ૪ દારૂના કેસમાં કુલ ૮ શખ્સો સામે દારૂની બોટલ નંગ પ૬, ૪ મોટર સાયકલ કુલ મળી રૂ. ૧,૩૭,ર૦૦નો મુદામાલ જપ્ત કરેલ.

(4:03 pm IST)