Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જામનગરમાં પોદાર સ્કુલ બસ હડફેટે નિટની પરિક્ષા આપવા જતી ૨ છાત્રાને ગંભીર ઇજા

જામનગરઃ લાલબંગલા વિસ્તારમાં સવારે ધોરણ ૧૨માં અભ્યાસ કરતી નૂપુર પરાગભાઇ ફલિયા અને ખુશી આશીશભાઇ પરમાર બન્ને નિટની પરીક્ષા માટે જતી હતી તે દરમ્યાન પોદાર ઇન્ટરનેશનલ સ્કુલની બસે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઘવાયેલી બન્ને વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડાઇ છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:02 pm IST)