Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જસદણ વિધાનસભા ચૂંટણીઃ તંત્રને ૧ કરોડનો ખર્ચઃ ૩૦ લાખની ગ્રાન્ટ આવી

૪૦ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક : ૧૨૫ સર્વિસ વોટરને બેલેટ મોકલાયા

રાજકોટ, તા. ૧૦ : આગામી ૨૦ ડિસેમ્બરે યોજાનાર જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં તંત્રને સ્ટાફનો પગાર સહિત તમામ બાબત થઈને કુલ ૧ કરોડનો ખર્ચ થશે. આ માટે ચૂંટણીપંચને દરખાસ્ત કરાતા, પ્રથમ ૩૦ લાખની ગ્રાન્ટ આવી ગયાનું ચૂંટણી શાખાએ ઉમેર્યુ હતું.

દરમિયાન રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ૪૦ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. આ ઉપરાંત જસદણ બેઠકમાં ૧૨૫ જેટલા સર્વિસ વોટર હોય તે તમામને બેલેટ પેપર મોકલી દેવાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:55 pm IST)