Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સગીર વયની બાળાને લલચાવી- ફોસલાવી અપહરણ કરવાનાં ગુન્હામાં છેલ્લાં પાંચેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર ::જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ   એ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.

જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાર માં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કુંભારવાડા સર્કલ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા રૂરલ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૨/૨૦૧૩ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી અરવિંદ ઉર્ફે ભોલો શીતળામાં ની દેરી પાસે ઉભો છે.જેથી બાતમી આધારે બાતમીવાળી જગ્યા એ આવતાં આરોપી અરવિંદ ઉર્ફે ભોલો વલ્લભભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે.જાળીયા (હસ્તગીરી), પાલીતાણા હાલ-ગીરનાર સોસાયટી, કુંભારવાડા, ભાવનગરવાળા હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

આ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ થયેલ હોય. જેથી નાસતાં-ફરતાં આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

*આમ, સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવી અપહરણ કરવાનાં ગુન્હામાં છેલ્લાં પાંચેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.*

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ચિંતનભાઇ મકવાણા, ઇમ્તિયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(2:25 pm IST)