Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જાડાપણુ ભગાવોઃ શનિવારે જૂનાગઢમાં સેમિનાર

ડો. મુફજલ લાકડાવાલા વિનામૂલ્યે માર્ગદર્શન આપશેઃ સ્વ. ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન, જેસીઆઈ અને શ્યામ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે આયોજન

જૂનાગઢ, તા. ૧૦ :. આગામી તા. ૧૪ થી ૧૬ દરમિયાન ગુજરાત સ્ટેટ સર્જન એસો. દ્વારા દેશવિદેશના તબીબો દ્વારા ત્રણ દિવસ નિઃશુલ્ક ઓપરેશન અને રાજયના ૬૦૦થી વધુ સર્જન તબીબોની કોન્ફરન્સ યોજનાર છે.

જેને લઈ જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પીટલના ડાયરેકટર સેવાભાવી ડો. દેવરાજ ચિખલીયા છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યા છે અને કોન્ફરન્સ દરમ્યાન જાડાપણા સર્જન ડો. મુફજલ લાકડાવાલા પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે ડો. ડી.પી. ચિખલીયા દ્વારા જેસીઆઈ પરિવાર શ્યામ મહિલા મંડળ અને સ્વ. ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૫ ડીસે.ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે એગ્રીકલ્ચર ઓડીટોરીયમ મોતીબાગ જૂનાગઢ ખાતે ડો. મુફજલ લાકડાવાલાનો જાડાપણા અંગે માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરાયુ છે.

 આ સેમિનાર વિનામુલ્યે યોજાનાર છે વ્યવસ્થા જળવાય તેના ભાગરૂપે પાસ વિતરણ કરવામાં આવી રહયા છે. પાસ મેળવવા ઇચ્છતા લોકોએ અરવિંદભાઇ સોની, કેડી જવેેલર્સ, રાણાવાવ ચોક તેમજ મે. અશ્વિનકુમાર એન્ડ કાું. પંચહાટડી તોક, ઉત્સવ એસ્ટેટ, ૮ પુનિત શોપીંગ સેેન્ટર ખાતે થી મેળવી લેવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. ડી.પી. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ સ્વ. ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન તથા ત્રિમુર્તિ હોસ્પીટલ સમગ્ર પરીવાર તથા જેસીઆઇ પરિવારના પ્રમુખ જીતેન્દ્ર ત્રિવેદી, ડો. વિમલ ગજેરા, કિશોર ચોટલીયા તેમજ શ્યામ મહિલા મંડળના પ્રમુખ બ્ીમતી મીનાબેન ગોહેલ, મંત્રી જયોત્સનાબેન ટાંક અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(૨-૯)

(12:28 pm IST)