Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

લીંબડીમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ કાર્યક્રમ :

વઢવાણ : ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્નેહ મિલન તથા સન્માન સમારોહ લીંબડીની મનદીપ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં લીંબડીના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઇ જીનવાળાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ તકે બાબુભાઇ જીનવાળા તથા સુરેશભાઇ સોમપુરાનું ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માધવીબેન શાહ અને કારોબારી સભ્યો તથા લીંબડી સ્વામિનારાયણ મંદિર બીએપીએસના કોઠારી સ્વામીના હસ્તે સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ગરબી ગુજરાત નિગમના ચેરમેન શંકરલાલ દલવાડી, લીંબડી સુરેન્દ્રનગર ઇન્કમટેક્ષના ડીસીઆઇ સંજીવકુમાર, રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજ, લીંબડી કબીર યોગ આશ્રમના ચરણદાસબાપુ સુરેન્દ્રનગર-દુધરેજ પાલિકાના અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, એએચપીના બકુલભાઇ ખાખી, જાફરભાઇ કોડીયા, બેલાબેન વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ વેપારીઓ - ઉદ્યોગકારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન લીંબડીના કેતનભાઇ વ્યાસે કર્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(12:25 pm IST)