Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કોડીનારના દુદાણાના કારડીયા રાજપૂતનું અકસ્માતમાં મોત

કોડીનાર તા. ૧૦ :.. તાલુકાના દુદાણા ગામનો હિતેષ કેશરભાઇ રાઠોડ ગત તા. ર૯ ના રોજ કાજ ગામે પોતાના કુટુંબીક કામે ગયેલ કામ પતાવી પરત ફરતી વખતે કડોદરા ગામે પેટ્રોલ પંપ નજીક અજાણ્યા છકડો રીક્ષા ચાલક પુરપાટ ઝડપે આવી હિતેષને ઉડાડી નાસી ગયેલ જેની વેરાવળ શ્રીજી હોસ્પીટલમાં સારવાર અર્થ ખસેડેલ જે ૮ દિવસની સારવાર બાદ મૃત્યુ થતા દુદાણા ગામ અને રાજપૂત સમાજમાં શોક છવાઇ ગયો હતો.

(12:24 pm IST)