Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

માળીયાના વિરવિદરકા ગામના આંગણવાડી વર્કરને સામાન્ય બાબતે ફરજ પરથી છુટા કરી દેવાતા

પી.ઓની સરમુખત્યારશાહી સામે મહીલા વર્કરોમાં રોષ

માળીયામિંયાણા, તા.૧૦: માળીયામિંયાણાના વિરવિદરકા ગામના વિકલાંગ મહિલા આંગણવાડી વર્કરને નજીવી બાબતે સ્થળ પર છુટા કરાતા તાલુકાના તમામ આંગણવાડી વર્કરોમા રોષ ફેલાયો છે અને તમામ આંગણવાડી મહીલા વર્કરો જીલ્લા વિકાસ અધિકારી પાસે ન્યાય માટે દોડી જઈ પી.ઓ મેડમની સરમુખત્યારશાહી સામે રજુઆત કરી ઘટતુ કરવા જણાવ્યુ હતુ જેમા વિરવિદરકા ગામે આવેલ આંગણવાડીમાં મહીલા વિકલાંગ વર્કર ફરજ પર હોય અને રેગ્યુલર આંગણવાડીમાં હાજરી આપી પોતાની ફરજ બજાવતા હોવા છતા પી.ઓની દાદાગીરી સામે પસ્ત થઈ પી.ઓની આડકોતરાઈ ભર્યા વલણથી માત્ર ૭ કેજી તેલ વધારે નીકળવા જેવી સામાન્ય બાબતમાં આશા વર્કરને સ્થળ પર જ છુટા કરી દેવાતા ચર્ચા જાગી છે તેમજ ગોડાઉનમાંથી જ સડેલો માલ ગામડે વિતરણ કરાય છે જે આંગણવાડી વર્કરનુ નામ આવે છે તેમજ ઉપરથી જ લોલંલોલ ચાલતુ હોવાની રાવ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છેકે પી.ઓની સરમુખત્યારશાહીથી સ્ત્રીનુ એક જાતનુ સ્ત્રીશોષણ થતુ હોય તેમ પી.ઓની મનમાની સામે રોષ જોવા મળ્યો છે આંગણવાડી વર્કરો પી.ઓ.ના માનસિક ત્રાસથી થરથર કાંપે છે પી.ઓની સરમુખ્ત્યારશાહી વલણની તાલુકાના તમામ મહિલા વર્કરોઙ્ગ રોષ સાથે ડીડીઓ કચેરીએ ઘસી જઈને રજુઆત કરી હતી.

(12:16 pm IST)