Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ચોટીલાના વડાળીમાં ઝાડ પર ચડેલા ૪ વર્ષના અરવિંદને વિજકરંટ લાગ્યો

રાજકોટ તા. ૧૦: ચોટીલાના વડાળી ગામે નરેશભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં સજાનંદભાઇ પારઘીનો પુત્ર અરવિંદ (ઉ.૭) રમતો રમતો વાડીમાં ઝાડ પર ચઢતાં ઉપરથી પસાર થઇ રહેલા વિજતારને હાથ અડી જતાં કરંટ લાગતાં અને દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા જાણ કરી હતી.

(12:13 pm IST)