Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જૂનાગઢમાં એકટીવા પર વિદેશી દારૂ લઇ જતો શખ્સ ઝડપાયો

જૂનાગઢ તા.૧૦: જુનાગઢ એલસીબીનાં ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પ્રવીણભાઇ બાબરીયા રાત્રે શહેરમાં પેટ્રોલીંગમાં હતા.

ત્યારે ગિરીરાજ સોસાયટી નજીકથી આદર્શનગરમાં રહેતો અરૂણ ઉર્ફે કાળીયો કિશન સીંધી અને પરેશ ઉર્ફે દરબાર ભૂપત સીંધી એકટીવા પર શંકાસ્પદ હાલતમાં નીકળ્યા હતા.

આથી પોલીસે રોકતાની સાથે જ પરેશ ભૂપત નાસી ગયો હતો. જયારે અરૂણની એક બોટલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસે દારૂ અને એકટીવા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)