Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પોરબંદરના કુછડી ગામમાં નવા બંદરના વિરોધમાં ૧૪ મી એ રેલીઃ અડધો દિવસ ધંધા રોજગાર બંધ

પોરબંદર તા ૧૦ : પોરબંદરના કુછડી ગામમાં બીજુ બંદર સમકાર થઇ રહ્યું છે જેનો ભારે વિરોધ થઇ રહયો છે. જેના વિરોધમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજ તથા દરિયાઇ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા તા. ૧૪ ના રેલી યોજાશે. અને માંચ્છીમારીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે.

તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં આ અંગે કોઇ યોગ્ય નિર્ણય કરાયો નથી.

(12:11 pm IST)