Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જૂનાગઢ સહિત સોરઠમાં ઝાકળ વર્ષાઃ ગિરનાર ઉપર ૧૦ ડિગ્રી ઠંડી

વાતાવરણમાં ભેજનાં પ્રમાણમાં વધારો

જૂનાગઢ તા.૧૦: જુનાગઢ સહિત સોરઠમાં આજે સવારે ઝાકળ વર્ષા થતાં વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું. ગિરનાર ઉપર ૧૦ ડિગ્રી ઠંડી રહી હતી.

આજે સપ્તાહનાં પ્રથમ દિવસની વહેલી સવારે જૂનાગઢ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઝાકળવર્ષા થઇ હતી. ઝાકળનાં કારણે રસ્તા ભીનાં થઇ ગયા હતા અને વાતાવરણ આહલાદક થઇ ગયું હતું.

જૂનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વન ખાતે સવારે ૧૦ ડિગ્રી ઠંડી રહી હતી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની પ્રતિ ૩ કિ.મી. કલાકની ઝડપ નોંધાઇ હતી.(૧.૬)

(11:41 am IST)