Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

છેલ્લા ત્રણ વરસથી જુગારના ગુન્હામાં વોન્ટેડ આરોપી રમેશ ચૌહાણ ઝડપાયો રેલવે હોસ્પિટલ બસ સ્ટોપ પાસેથી ભાવનગર એસ.ઓ.જી.પોલીસે દબોચી લીધો

ભાવનગર : છેલ્લા ત્રણ વર્ષથી જુગારના ગુન્હામાં વોન્ટેડ આરોપી રમેશ ચૌહાણને ભાવનગર એસઓજી પોલીસે રેલવે હોસ્પિટલ બસ સ્ટોપ પાસેથી ઝડપી લીધો છે. તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

આ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકીને સંયુકતમાં મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૧૬૮/૨૦૧૫ જુ.ધા. કલમ ૧૨ (અ) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ ભગવાનભાઇ ચૌહાણ ( ઉ.વ.૪૧ ) ( રહેવાસી ગામ પાણસીણા તાલુકો લીમડી જીલ્લો સુરેન્દ્રનગર) ને રેલ્વે હોસ્પીટલ  બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ.શરદભાઇ પ્રતાપરાય તથા અબ્બાસઅલી અનવરઅલી  તથા ડ્રાઇવર મુકેશભાઇ જોડાયા હતા

 

(9:44 pm IST)