Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી

ભાવનગર :બનાવટી દસ્તાવેજોને લગતા ગુન્હામાં છેલ્લા તેન વર્ષથી નાસતા ફરતા આરોપી ભાનુશંકરભાઈ ઉર્ફે બોસ ધાંધલ્યાને બાતમીના આધારે ભાવનગર એલસીબીએ ઝડપી પાડ્યો છે

  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની આપેલ સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

   આ દરમ્યાન બુધેલ ગામ પાસેથી પસાર થતાં પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ઘોઘા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૪૬૫,૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસ પરમાણંદભાઇ ધાંધલ્યા (રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગર ) ભાવનગર-તળાજા રોડ ઉપર આવેલ મામસા, સીતારામ પાન સેન્ટર પાસે  હાજર છે.

   બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસ પરમાણંદભાઇ ધાંધલ્યા (રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગર હાલ-બ્લોક નં.બી/૩, આરાધના એપાર્ટમેન્ટ, ચાંણોદ કોલોની,વાપી ) હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા પોલીસ સ્ટેશન સોંપી આપવામા આવેલ હતો

  આમ બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં સર્વેશ્વર શાહિ, દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(8:10 pm IST)