Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

શ્રી જલારામ બાપાનો ટૂંકમા પરીચય

* જન્મ તા.૦૪/૧૧/૧૭૯૯, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત ૧૮૫૬ ના કારતક સુદ સાતમ, સોમવાર, ભગવાન રામ નો જન્મ પણ અભિજીત નક્ષત્રમાં થયેલ

* પૂર્વ જન્મઃ પૂર્વ જન્મ નામ જાલા ભગત (રબારી) ગામ મેસરિયા

* માતાઃ શ્રી રાજબાઈ ઠક્કર

* પિતાઃ શ્રી પ્રધાન ઠક્કર (ચાંદ્રાણી)

* જન્મ સ્થળઃ ગામ વિરપુર

* જનોઈ સંસ્કારઃ સંવત ૧૮૭૦

*લગ્નઃ સંવત ૧૮૭૨ , આટકોટ ના શ્રી પ્રેમજીભગત સોમૈયાની સુપુત્રી શ્રી વીરબાઇમાં સાથે

* પત્નીઃ  શ્રી વીરબાઈમાં

* ભાઈઃ બે, બોઘાભગત, દેવજી ભગત,

બેનઃ ત્રણ, નાની બેન સંતોકબેન (મીઠુ મીઠુ બોલતા એટલે સાકરબેન બાપા કહેતા) કોટડાપીઠા ધનજીભાઈ વસાણી સાથે પરણાવેલ, સાકરબેન ધર્મ પરાયણ હતા અને જલારામ બાપાને ખુબ વ્હાલા હતા.

* પ્રથમ પરચોૅં સંવત ૧૮૭૩

* ચાર ધામ યાત્રૉં સંવત ૧૮૭૪

* જલાબાપા કાકા વાલજીભાઈ ની દુકાને બેસતા

* ગુરુઃ ફતેપુર અમરેલી ના ભકત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

* ગુરુ મંત્રઃ રાં રામાય નમઃ

મહામંત્રઃ દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, ભૂખ્યા ને અન્ન આપો એ જ મહામંત્ર

સદવ્રતનો પ્રારંભઃ સંવત ૧૮૭૬ મહા સુદી ૨ તારીખ ૧૭/૧/૧૮૨૦ સોમવાર ના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી

* બાપાનુ બિરુદ પ્રાપ્તઃ સવંત ૧૮૭૭

* જલા સો અલ્લા કહેવાયાઃ સવંત ૧૮૭૮

* સવંત ૧૮૮૧ વિરપુર રાજવી એ જલારામ બાપા ને બે સાંતી ની જમીન સદાવ્રત માટે આપી જલાબાપાં અને વીરબાઈ માં ખેતી કરી દાણા ભેગા કરતાં અને સદાવ્રત ચલાવતા..

* બાપાના ભકત ભીમાણી ને ગંગા જમના નાહવા જાવુ તું તો રાત્રે મધ્ય રાત્રિ એ સફેદ સાડી મા સજ્જ ગંગા જમના આવી દ્યડા ભરી ગયા જે દ્યડા હાલ મંદિર મા છે.

* મંદિરમાં ગોપીચંદ અને ભર્તુહરિ પણ સદાવ્રતમા પ્રસાદ લઈ ગયેલ છે

* ધર્મના બેન અને બાપા ના વેવાઈ પુજય જસુમા અનંત યાત્રા એ પધાર્યા ત્યારે સ્વર્ગસ્થ પાલખી મા બિરાજતા પુજય જસુમા સાથે વાતો કરેલ.

*જલાબાપા ના સ્વર્ગવાસ પછી ગલાલ બેન ને ભંભલી મા પાણી લાવી બાપા એ પોતાના હાથે પીવડાવ્યું

* સ્વર્ગવાસ પછી ટીલિયા ભાઈને કહ્યું આવવું છે સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે તમે કહ્યા કરતા એટલે લેવા આવ્યો છું.

* સંવત ૧૮૮૬ સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે 'ઝોળી ધોકો' આપ્યા..

* સંવત-૧૯૦૧ જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.

* સંવતઃ-૧૯૩૪ થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...

* સંવતઃ-૧૯૩૫ કારતક વદી નોમ પ સોમવાર તારીખ-૧૮/૧૧/૧૮૭૮ વીરબાઇમાં નો વૈકુંઠ વાસ.

* સંવતઃ -૧૯૩૭ મહા વદી દશમ બુધવાર તારીખ-૨૩/૦૨/૧૮૮૧ ભજન ગાતા ગાતા ૮૧ માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

* સંતાનઃ- એક દીકરી, નામૅં જમનાબેન.

જમનાબેન ના લગ્ન કોટડાપીઠા મુકામે એ વખતે સૌરાષ્ટ્ર ની મીરા બાઈ કેવાતા પુજય જસુમા ના દીકરા ભકિતરામ વસાણી સાથે થયા.

* પ્રથમ ગાદીપતિૅં ભકતિરામ અને જમનાબેન ના દીકરા કાળાભગત વિરપુર રહેતા કાળાભગત વસાણી અને દેવ બાઇ ના દીકરા હરિરામ ભગત ને તેર વર્ષ ની ઉમરે સવંત ૧૯૩૭ ફાગણ સુદ સાતમ શુક્રવાર ના રોજ જલારામ બાપા એ ભાણેજ ના દીકરા ને દતક લીધા ત્યાર થી હરિરામ ભગત વસાણી માંથી ચાંદ્રાણી થાય અને વિરપુર ના પ્રથમ ગાદીપતિ

હાલ ના ગાદીપતિૅં હરીરામભગત ના ગિરધરરામ ભગત અને ગિરધરરામજી ના જયસુખરામ ભગત અને જયસુખરામજી કા રદ્યુરામજી જે હાલ વિરપુર ના ગાદીપતિ છે

પૈસા લેવાનુ બંધઃ વિશ્વમા એક માત્ર મંદિર જયા તારીખ ૦૯/૦૨/૨૦૦૦ થી પૈસા ભેટ લેવાનું સદંતર બંધ કરેલ છે.

* હાલ વિરપુરમાં પૂજય જસુમાના વંશ અને બાપાના દીકરીના દીકરાનો પરિવાર ગાદી પર છે.

* જેમને પૂજય બાપાએ શાસ્ત્રોકત વિધિ મુજબ દત્ત્।ક લીધા હતા..

(3:56 pm IST)