Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જલા બાપાને ધ્રાંગધ્રાના રાજા કહે બાપા જે માંગવુ હોય એ માંગો ખુબ આગ્રહ બાદ બાપા કહે એક ધ્રાંગધ્રાથી પથ્થર મોકલો

એક વખત ધાંગધ્રા ના રાજા મોટા લાવ લશ્કર સાથે પ્રભાસ પાટણ ની જાત્રાએ નીકળ્યા જલારામ બાપાએ બે ટોપલા લાડવા ગાઠીયા મા આખા લશ્કરને જમાડ્યા રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયા કે આ એક ચમત્કાર છે એ બાપા પાસે જઈ કહે આપ આશીર્વાદ આપો અને માંગો માંગો ભગત, આજે જે જોઈએ એ આપીશ જલારામ બાપા કહે આપ આપવા બેઠા છો પણ હુ શુ માંગુ મારો રામજી મારી બધી ઈચ્છા પૂરી કરે છે, રાજા કહે છતાં કઈ તો માંગો જ તો બાપા કહે મારે ઘંટી એ દળેલા લોટ થી પોંચાતું નથી માટે અનાજ દડવા માટે સારો ઘંટ (પથ્થર) આપની ખાણ ના વખણાય છે એ કઢાવી મોકલો. રાજા પણ જલા બાપા સામે જોઈ હસ્યા લોકો ગામ ગરાસ માંગે કે રૂપિયા પૈસા અને તમે પથ્થર માંગ્યો હજુય અવસર છે વિચારો અને બીજું કંઈ માંગો તો બાપા કહે મારા જેવા સાધુ સંત ને ગામ ગરાસ ની શુ જરૂરત હું તો રામનુ ભજન કરું અને ભોજન કરાવવું અહી આવેલને રોટલો ખવડાવવું હુ ધન નો ધણી થાવ તો મારા પ્રભુ નારાજ થાય અને મારા પ્રભુ ની નારાજગી મને ન ગમે. રાજા પણ કહે અત્યાર સુધી ઘણા ભગત જોયા પણ આવા ભગત નહિ રાજા જલારામ બાપાને ચરણ સ્પર્શ કરી આગળ જાત્રા એ ચાલ્યા જાત્રા પૂર્ણ કરી ધાંગધ્રા જઈ પોતાની ખાણ માંથી સારા ઘંટ ના પથ્થર જલારામ બાપાના ત્યાં મોકલી આપ્યા સાથે સારા કારીગર મોકલ્યા રોજ હાથ થી દડાતું અનાજ હવે બળદ ની મદદથી દડાવા લાગ્યું એ ઘંટલો તસ્વીરમા દર્શન થાય છે.

(3:54 pm IST)