Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પૂજય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની જાણકારી

વીરપુર મંદિર મા ઢોલિયા પર છે એ એક જ ફોટો જલારામ બાપાનો અસલી અને એક માત્ર ફોટો છે. બીજા બધા ફોટા કાલ્પનિક ચિત્ર અને ફોટો શોપની કરામતના છે ઢોલિયા પર ફોટો છે એ ગોંડલ સ્ટેટ ની અંગત લાયબ્રેરી માંથી મળેલ છે, ગોંડલના દિવાન પ્રાણશંકર જોષી સાહેબના મામા કલ્યાણજીભાઇ એ જમાનામાં નવી નવી ગણાતી ફોટોગ્રાફીના શોખીન હતા. એમનો એક મિત્ર નામે એનશન જે ડેન્માર્કનો વતની હતો અને ફોટોગ્રાફીમાં નિષ્ણાત હતો. આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે Anson & Kalyanji એ નામે સ્ટુડીયો શરૂ કરેલો. એમાં મુહૂર્તમાં કોઇ પવિત્ર માણસનો ફોટો લેવો એવું નકકી કરેલ અને એ વખતે કાઠિયાવાડમાં જલાભગત એક પવિત્ર સંત તરીકે લોકોમાં ખુબ જ જાણીતા હતા. એટલે આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોંચ્યા. એ વખતે વિશાળ કેમેરા અને બેકગ્રાઉન્ડ ગોઠવવામાં દિવસો લાગતા. બાપા એ વખતે વયોવૃદ્ધ હતા. વિરપુરનું સદાવ્રત ધમધમતું હતું. એની ખીચડીનો સ્વાદ આજની માફક જ એ વખતે પણ પ્રસાદ રૂપે જ હતો. બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી. બાપા એ નમ્રપણે ઇન્કાર કર્યો અને કહ્રયું ૅમારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે. આ બાજુમાં ઉભી છે એ ગાય માતાનો લ્યો. કોઇ પારેવાનો ફોટો લો, સાધુઓ પણ છે, હું તો એક પામર વ્યકિત છું, પણ આ બંને દોસ્તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા. એમને દુઃખી થતા જોઇ બાપાનું ભકત હદય પીગળી ગયું અને આ ઐતિહાસિક કલીક આપણને મળી.બંને મિત્રો બાપાને વંદન કરી, પ્રસાદ લઇ રાજકોટના રસ્તે પડયા. એ વખતે ફોટા ધોવા માટે પણ જટિલ અને લાંબી પ્રક્રિયા હતી. Vet Process થી એ કામ થતું. મોટી સ્લાઇડોને પાણીથી ધોવામાં આવતી. એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓમાં જોવા મળતું. રાજકોટની ખીજડા શેરીમાં આવેલા એ સ્ટુડીયોમાં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્વરૂપ પામ્યો. શરૂઆતમાં એ ગોંડલનરેશ અને દિવાનસાહેબની અંગત લાયબ્રેરીમાં જ પડેલો હતો. પરંતું બાપાના ભકતોની લાગણી જોઇ મંદિર પરિવાર ને મળેલ,  બાપાની હયાતીનો એકમાત્ર આ ડોકયુમેન્ટ આપણી મોંઘી વિરાસત છે. એમાં બાપાની ડાબી આંખ સ્હેજ બીડાયેલી છે. કદાચ ફલેશ લાઈટ થી બંધ થયેલ હોય. ડાબી બાજુ લાખા જેવું દેખાય છે એ પ્રસેસ મા પડેલ ધાબુ પણ હોઈ શકે, એ જમાનાની કાઠિયાવાડી પાઘડી અને અંગરખું અને ચહેરા ઉપરની અદભુત આભા આબેહૂબ એક ડેનિશ કલાકારે કંડાર્યાં છે.આજે આ ફોટો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે. 

(3:53 pm IST)