Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પાટણના આશાસ્પદ યુવકનો નર્મદા કેનાલમાંથી ૧૮ કલાકે મૃતદેહ મળ્યો

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૦: બે દિવસ અગાઉ પાટણના ભાટસર નાનજીની લાશ મળી હતી તો ગઇકાલે બપોરે પાટણ શહેરના યુવાનની ચાણસ્માં હાઇવે ઉપર આવેલ નર્મદા-કેનાલમાં બાઇક સાથે ખાબકતા આજુ બાજુ જતા રાહદારીઓએ આ બનાવ જોતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા જેની ચાણસ્મા અને પાટણ-જાણ કરવામાં આવતાં ચાણસ્માંના પી.એસ.આઇ.  રમીલાબેન મકવાણા ઘટના સ્થળે આવી પહોંચી મૃતકને બહાર કાઢવા પાટણથી ફાયર ફાઇટર મંગાવવામાં આવેલ જે મંગળવારે સવારે મૃતક યુવાનની તરતી લાશ બહાર આવી હતી. મૃતક યુવાન ભૂમીત શંકરભાઇ પટેલ ઉંમર વર્ષ રર, પનાગવાળો પાટણની હોવાનું બહાર આવ્યું હતું. મૃતકનું પી.એમ. ચાણસ્માં હોસ્પીટલમાં કરી તેના વાલી વારસોને લાશ સોંપવામાં આવી હતી.

કારની ટકરે એકટીવા ચાલકનું મૃત્યુ

હારીજ-રાધનપુર-હાઇવે ઉપર આવેલ વાદી વસાહત પાસે નાનવાડા ગામનો યુવક એકટીવા લઇ પસાર થઇ રહ્યો હતો ત્યારે એક કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અને એકટીવાને હડફેટમાં લેતા એકટીવા ચાલકને ગંભરી ઇજાઓ થઇ હતી હારીજ સારવાર બાદ ધારપુર હોસ્પીટલમાં લઇ જતા ત્યાં કરૂણ મૃત્યુ થયું હતું.

(3:52 pm IST)