Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજીત ભાગવત કથામાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી

શુક્રવારે ભવ્ય બ્રહ્મચોયાર્સીમાં ભુદેવોને ઉમટી પડવા આહવન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦:  જુના૪ગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ગિરનાર રોડ ગાયત્રી મંદિર સામે જયદેવભાઇ જોષીના ધાર્મિક ફાર્મ ખાતે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને તા. ૬ ને શનિવારથી શ્રીમદ ભાગવતકથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્મસ્ત બ્રહ્મણ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ ઉપાધ્યાય તેમજ મહામંત્રી કમલેશભાઇ ભરાડ મનિષભાઇ ત્રિવેદી અને ઉત્સવાધ્યક્ષ મહેશભાઇ શુકલા લલિતભાઇ જોષી તેમજ તુષાર મહેતા જીત તેરૈયા તથા રમેશભાઇ મહેતા, પી.સી. ભટ્ટ, દેવાંગ વ્યાસ અને મીડીયા સેલના મિલન જોષી, જીજ્ઞેશ મહેતા, ઋષિ જોષી તેમજ મહિલા પાંખના શ્રીમતી ગીતાબેન જોષી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. ગઇકાલે કૃષ્ણજન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી એ પ્રસંગની તસ્વીરી ઝલકમાં હિમાલયના પુત્ર ઉજજયન્ત જે સ્થાન પર સ્વયં આવી ગયા અને વામનજી ્વારા સ્થાયાયેલ પાંચ ક્ષેત્ર પાલ રક્ષિત ભૂમિ એટલે ગિરનારની ગોદમાં ગોવિંદનું પ્રાગટય કૃષ્ણજન્મોત્સવમાં નંદઘેર આનંદ ભૈયાનું ગાન કરી કૃષ્ણ જન્મોત્સવને વધાવતા ભાગવતાચાર્ય પૂ. મહાદેવ પ્રસાદ મહેતા બાલકૃષ્ણ ભગવાનનું કથા સ્થળે આગમન થતા શ્રોતાઓ ભાવવિભોર બની નંદકેર આનંદ ભૈયોનું ગાન કરી કૃષ્ણજન્મોત્સવ ઉજવતા ભાવિકો તેમજ કથા દરમ્યાન રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા અને મુખ્ય પોથી યજમાન ડોલરભાઇ કોટેચા પરિવાર તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષી અને જુનાગઢ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પંડયા ડે. મેયર હિમાન્સુભાઇ પંડયા, આરતીબેન જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ સંગીતા લાબડીયા ભાવના લાબડીયા ગ્રૃપે સંતવાણી શિવભજનો રજુ કરી જમાવટ કરેલ. આયોજક ટીમના સંસ્થાપક જયદેવભાઇ જોષી એ જણાવ્યું હતું કે દરરોજ  સાંજે ૪ થી ૭ કલાક યોજાતી આ ભાગવત સપ્તાહમાં આજે ગોવર્ધન પુજા અને રાત્રે લોકડાયરામાં નારાયણ ઠાકર મયુર દવે રંગત જમાવશે અને તા. ૧૧ ને ગુરૃવારના રોજ ઋક્ષ્મણી વિવાહ અને રાત્રે ૯ કલાકે સાઇરાામ દવે અને રાજભા ગઢવી લોકસાહિત્ય સંતવાણી રજુ કરશે. તેમજ તા. ૧ર ને શુક્રવારે સવારે ૧૦ કલાકે પુ. મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને ધર્મ સભા અને સાંજે ૪ થી ૭ સુદામા ચરિત્ર અને પરિક્ષીત મોક્ષ સાથે કથાની પૂર્ણાહૂતિ થશે અને સાંજે ૭ કલાકે ભવ્યાતિભવ્ય બ્રહ્મ ચાર્યાસીનું આયોજન કરેલ છે જેમાં જુનાગઢમાં વસતા તમામ ભુદેવ પરિવારો જાહેર નિમંત્રણ પાઠવી અપીલ કરવામાં આવી છે તેમજ આ કથામાં દાન ભેટ આપવા ઇચ્છતા દાતાઓએ મો. નં. ૯૮૯૮૯ ૩૯૪૬પ અને ૯૮૭૯૮ ૭૩૯૦૦ ઉપર સંપર્ક સાધવા આયોજકોએ જણાવ્યું છે. (તસ્વીર ઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:13 pm IST)