Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ખીમરાણા ગામે મંદિરમાં મોબાઇલ ચોરી કરનાર બહેનને પકડી પાડતી જામનગર એલ.સી.બી.

જામનગર,તા. ૧૦ : ગઇ તા. ૧૩/૧૦/૨૦૨૦ના રોજ ફરિયાદીશ્રી કરણદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. જામનગર વાળાઓ ખીમરાણાગામે આવેલ ખીમેશ્વર મહાદેવના મંદિર પુજા, અર્ચના કરવા ગયેલ હોય તે વખતે પોતાનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મંદિરમાં પથ્થર ઉપર રાખેલ હોય મોબાઇલ ફોન કોઇ ચોર ઇમસ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પંચકોષી એ ડીવી. પો.સ્ટે. અજાણ્યા ચોર ઇમસ વિરૂધ્ધમાં ફરિયાદ લખાવેલ હતી. જે ગુનો વણશોધાયેલ હતો.

આ દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમી હકિકત આધારે મજકુર બહેન, પ્રભાબેન રામજીભાઇ ચૌહાણ રહે. ખીમરાણાગામ વાળીના કબ્જામાંથી ચોરીમાં ગયેલ સેમસંગ કંપનીનો મોબાઇલ કિં. ૭૩,૯૦૦ નો પો. હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર બહેનને પંચકોષી એ ડીવી પો. સ્ટે. માં સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)