Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ધારીનાં જીરા ગામે ગાડી ખાલી કરવા પ્રશ્ને સામસામી મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦ : ધારીના જીરા ગામે એક જ જ્ઞાતિના અને આજુબાજમુાં રહેતા હોય બટુકભાઇ રત્નાભાઇ શેલાણા રબારી ઉ.વ.૬૮ના ઘર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં મહેશ મગનભાઇ, રમણીકભાઇ રત્નાભાઇ, બાબુ સંગાભાઇ, સાગર નગાભાઇ, વિશાલ રમણીકભાઇ આલ પાલો ભરેલ આઇસર વાહન ખાલીક રવા પ્રશ્ને મનદુઃખ થતા કુહાડી વડે માર મારી ભવાનભાઇ ગોગાનભાઇ સાગર નગાએ કુહાડી વડે તેમજ ભવાનભાઇ ગોગનભાઇ શેલણાને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રમણીકભાઇ રત્નાભાઇ આલને સાંગા રત્નાભાઇ, મહેશ બટુકભાઇ, ટીણા બટુકભાઇ, ભવાન ગોગનભાઇ શેલણાએ પાઇપ અને લાકડી વડે તેમજ કુહાડી વડે માર મારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફીરયાદ નોંધાવી છે.

જુગાર

અમરેલી મણીનગર ખોડીયાર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા નઇમ ઉર્ફે નયુમ દાઉદભાઇ ટાંક, મુરાદ અલી મનસુખઅલી લાખાણી સહિત પાંચ શખ્સોને એએસઆઇ કૌશિકભાઇ દેરાએ રોકડ રૂ.૧ર,૯૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.નાગેશ્રી ટીંબી ગામે વીજયભાઇ ભીખાભાઇ મહીડા ઉ.વ.રપને હરજીભાઇ ડાયાભાઇ સરવૈયા ઘર પાસે દારૂ પી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ગાળો બોલી ભાઇ રોહનભાઇને લાકડી વડે માર મારી છરી બતાવી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:55 pm IST)