Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગોંડલના કોંગ્રેસ અગ્રણી ઉપર પાસા થવાની દહેશતે હાઇકોર્ટનો સ્ટે મેળવાયો

ગોંડલ તા. ૧૦ : ગોંડલ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશભાઇ પાતર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી તંત્ર દ્વારા પોતાના પર પાસા થવાની દહેશતને લઈ હાઇકોર્ટમાં દાદ માંગતા તેમને સંભવિત પાસા પર કોર્ટ દ્વારા સ્ટે અપાયો છે.

દિનેશભાઇ પાતરના જણાવ્યાં અનુસાર નગરપાલીકા દ્વારા આયોજીત લોકડાયરામા કલાકારઙ્ગ દેવાયત ખવડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અંગે ટીકા ટિપ્પણી કરાઇ હોય જેને લઈને પોતાના દ્વારા ફેસબુકમાં પોસ્ટ મુકાઇ હોય પોલીસ તંત્ર દ્વારા મારી સામે ગુન્હો દાખલ કરાયો હતો. બાદમાં રાજકીય ઇશારે પોલીસ તંત્ર મારી સામે પાસા અન્વયે કાર્યવાહી કરી રહ્યાનું જાણમા આવતા દહેશતને લઇને હાઇકોર્ટમાં દાદ માંગવામા આવી હતી. જેમા હાઇકોર્ટ દ્વારા પાસા કરવા પર સ્ટે અપાયો છે.

(12:31 pm IST)