Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીનો ચમકારો : નલીયા ૧૪.૬ ડિગ્રી

ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનનો પારો નીચે આવ્યો : મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકની અસર વધી

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો હોય તેવું વાતાવરણ છવાયુ છે. આજે સવારે નલીયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું છે.

આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૮.૧, જામનગર ૧૮.૫, જુનાગઢ ૧૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ૧ નવેમ્બરથી ઠંડીની શરૂઆત થશે. ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનનો પારો ઘટતો જશે. એક સપ્તાહ બાદ ઠંડી ક્રમશઃ વધતી જશે. ૩૦ નવેમ્બર સુધી ઠંડીનો પારો ૧૫ થી ૨૦ ડિગ્રી સુધીનો રહેશે. જ્યારે ડિસેમ્બર માસના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં પહોંચશે. હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે સુકા પવનનો અનુભવ થાય છે.

મંગળવારે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રી નોંધાયો હતો. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા રહ્યું હતું અને પવન ૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, પરંતુ દિવસભર મહત્તમ તાપમાનનો પારો ૩૫.૩ ડિગ્રી નોંધાતા બપોરના સમયે બફારાનો અનુભવ થયો હતો. સવારે અને સાંજે ઠંડીનો અનુભવ અને બપોરે ગરમીનો અહેસાસ હાલમાં જોવા મળી રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૨.૫ મહત્તમ, ૧૮.૫ લઘુત્તમ, ૬૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૩.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૨૧.૧૯)

કયાં કેટલી ઠંડી

 

 

શહેર

લઘુત્તમ તાપમાન

 

અમદાવાદ

૧૫.૯

ડિગ્રી

અમરેલી

૧૫.૮

,,

વડોદરા

૧૭.૦

,,

ભાવનગર

૧૭.૮

,,

ભુજ

૨૦.૪

,,

ડીસા

૧૬.૪

,,

દીવ

૧૭.૭

,,

દ્વારકા

૨૨.૨

,,

જુનાગઢ

૧૫.૮

,,

નલીયા

૧૪.૬

,,

ઓખા

૨૩.૦

,,

પોરબંદર

૧૭.૪

,,

રાજકોટ

૧૮.૧

,,

જામનગર

૧૮.૫

,,

સાસણગીર

૧૮.૧

,,

સુરત

૨૨.૦

,,

(12:30 pm IST)