Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઠેબા ગામમાં ૭ દુકાનો, આંગણવાડીમાં ચોરીઓના ગુનામાં ૯ વર્ષથી ફરાર મધ્ય પ્રદેશની ગેંગના મુખ્ય આરોપીને મોરબીના વિરપરથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર તા. ૧૦: જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ. એસ. નિનામાના માર્ગદર્શન મુજબ ગુ઼જરાત રાજય બહારના રહેવાશી હોય તેવા નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ. એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા તથા ભરતભાઇ ડાંગરને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના પંચ એ ડીવી. પો. સ્ટે. ફ.ગુ.ર.નં. પ૩/ર૦૧ર, ઇ.પી.કો. કલમ ૪પ૭, ૩૮૦, પ૧૧, ૧૧૪ વિ. મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી ગીનો વાલસીંગ ભુરીયા રહે. કુકશી જી. ધાર એમ. પી. વાળો હાલ મોરબીની બાજુમાં વીરપર ગામે વાડી વિસ્તારમાં છે જે બાતમી હકીકત આધારે વીરપર ગામ વાડી વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પંચ એ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

 આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ. એસ. ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ. મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ. જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:27 pm IST)