Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જાફરાબાદમાં કોળી જ્ઞાતિનું યોજાનારૂ મહાસંમેલન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧૦ : જાફરાબાદ કોળી સમાજના પ્રમુખ કરણ પટેલ દ્વારા કોળી જ્ઞાતી મહાસંમેલનુ આયોજન થયું છે જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ભારતી બહેન શિયાળ, સી.આર. મકવાણા, સાંસદ નારણ કાછડિયા, સાંસદ રાજેશ ચુડાસમા , ભરતભાઈ બોઘરા અને કુંવરજી બાવળિયાએ હાજરી આપશે.

જાફરાબાદ અને કાંઠા વિસ્તારમાં ઐતિહાસીક કોળી સમાજનુ મહાસંમેલન થવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં કોળી જ્ઞાતી તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે પ્રસિધ્ધ છે. જાફરાબાદ ઐતિહાસીક બંદર છે અને અહિયા વસતા બહાદુર કોળી સમાજના લોકોએ વર્ષોના સંઘર્ષ પછી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ સમાજ દર વર્ષે દિવાળી પછી એક સ્નોહ મીલનનુ આયોજન કરે છે. આ વર્ષે આ સ્નોહ મીલનમાં સમાજમાંથી કુરીવાજો દુર થાય, અહંકાર ઓગળી પરસ્પર પ્રેમ વધે, સમાજમાં શીક્ષણનો વ્યાપ વધે તે હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.

કોળી સમાજ અને સમગ્ર દેશમાં જ્યાં સામાજીક સંરચના જેઓ જાણે છે એમને ખ્યાલ હશે કે કોઈ પણ જ્ઞાતી કે સમાજમાં તેના -મુખ એટલે કે મુખ્ય પટેલ તરીકે વધુમાં વધુ કોઈ દસ વર્ષ સુધી રહી શકે અથવા તો રહે, પરંતુ જોફરાબાદના જવાંમર્દ કરણભાઈ બારૈયા એટલે કે કરણ પટેલ છેલ્લા ૨૫થી વધુ વર્ષોથી જાફરાબાદ અને કાંઠા વિસ્તારના કોળી સમાજના પ્રમુખ એટલે કે પટેલ તરીકે સેવા આપી રહ્યાં છે. ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સર ખાસ હેતપુર્વક જાફરાબાદ પધારી રહ્યાં છે.

જાફરાબાદના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ખાનગી કાર્યક્રમ આટલા વિશાલ પાયા પર થઈ રહ્યો છે. સુત્રના કહેવા મુજબ ડોમની ભવ્યતા વડાપ્રધાનના કાર્યક્રમ જેટલી ભવ્ય છે. આ ઉપરાંત ચાર ચાર એઅલ ઈડી સ્ક્રીન, ગુજરાતના સૌથી પ્રસિધ્ધ કલાકારો કે જેઓ અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં પોતાનુ પરફોર્મન્સ આપી ચુક્યા છે તેઓ જાફરાબાદના કોળી સમાજના પ્રેમાળ લોકોને પોતાની કલા પીરસી તેમનુ મનોરંજન કરેશે.

આ ઉપરાંત ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્યકાર જાફરાબાદનો ઈતિહાસ. કોળી સમાજના ગૌરવને લોકો સમક્ષ પ્રસ્તુત કરેશે.

આ ઉપરાંત વાયોલીન કલાકારો, વગેરે પણ લોકોનુ મનોરંજન કરી નવા વર્ષની શુભ શરુઆત કરશે..

(12:28 pm IST)