Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જુનાગઢ ઝૂમાં એક વર્ષમાં સિંહ બાળની સંખ્‍યા ૧૯એ પહોંચી

વધુ એક સિંહ બાળનો જન્‍મ થતા ખુશી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : જુનાગઢના સક્કર બાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા એક વર્ષમાં સિંહ બાળની સંખ્‍યા વધીને ૧૯ એ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.જુનાગઢ ઝુ નિવાસી સાસણની સિંહણએ લીલીયાના સિંહ થકી સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે. તંદુરસ્‍ત સિંહ બાળનું અવતરણ થતા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયના સ્‍ટાફમાં ખુશી પ્રસરી ગઇ છે. આ સિંહ બાળના જન્‍મ સાથે સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક વર્ષમાં જન્‍મેલા સિંહ બાળની સંખ્‍યા વધીને ૧૯એ પહોંચી છ.ે

 

(11:48 am IST)