Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ધ્રોલના હરીપર ગામના કડવાભાઇ ભંડેરી ૧૦૭ વર્ષના થતા જીવતા જગતીયુની ઉજવણી કરાઇ

પાંચ પેઢીનો પરિવાર ધરાવતા કડવાદાદાની ડી.જે.ના તાલ સાથે ગામમાં સવારી કાઢી... ગામમાં થયુ જમણવાર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૦ : ધ્રોલ તાલુકાના હરીપર ગામના કડવાભાઇ ભગાભાઈ ભંડેરી આઝાદી પહેલા તમામ દિવસોથી માંડીને ગાંધીજીના તમામ આઝાદીના ચળવળના તેમજ સાક્ષી બનેલા હોય તેમજ ગુલામી બાદ આઝાદીના દિવસો નજરે જોનારા કડવા બાપા આજે ૧૦૭ વર્ષ થયા.. છતાં હજુ અડીખમ હોવાથી ૧૦૧ સભ્યો અને પાંચ પેઢીઓનો ધરોબો ધરાવતા કડવા દાદાના જીવતુ જગતીયુ સમસ્ત હરીપર ગામના ભંડેરી પરિવાર તેમજ સુરતમાં વસવાટ કરતા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવતા ગામ અને તાલુકા માં સતાયુ વટાવી ચૂકેલા કડવા બાપા ભંડેરીની અનોખી પ્રકારે ઉજવણી કરવામાં આવી હોવાનો પ્રથમ કિસ્સો છે.

ધ્રોલના હરીપર ગામે મંગળવાર વહેલી સવારે પાટીદાર સમાજના આગેવાનો સુરતથી વાહનોના કાફલા સાથે ઉમટી પડીને આઝાદી પહેલાના જેમણે અનેક ફિલ્મ ગીતો સાંભળ્યા છે તેઓ કડવા બાપા ભંડેરી ડી. જે. ના મ્યુઝિકના તાલે આજના આધુનિક ગીતો સાથે ઉજવણીના સમયે સમસ્ત હરીપર ગામ લગભગ ૧૪૦૦ લોકોએ સાથે ભોજન લીધુ. ગામ આખુ ધુવાણાબંધ જમણવાર રાખવામાં આવ્યું હતું અને આ અવસર પર રાજય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ કડવા બાપાના આશીર્વાદ મેળવવા માટે હરીપર ગામ દોડી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલના હરીપર ગામના કડવાભાઇ ભગાભાઈ ભંડેરી હાલમાં ૧૦૭ વર્ષના હોવા છતાં મોઢામાં દાંત સંપૂર્ણ સ્વચ્છ જીવન જીવી રહ્યા છે અને એક પણ પ્રકારની બીમારી ન હોવાથી આજે તેમના પરિવારમાં છ પુત્રો સૌથી મોટો પુત્ર જેરામભાઈ,ઙ્ગવેલજીભાઈ, ધરમશીભાઈ, ઉકાભાઇ, હીરાભાઈ, મનસુખભાઈ અને એક પુત્રી મળીને ૧૦૧ સભ્યોનો પરિવાર ધરાવે છે.

(11:36 am IST)