Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ખડીયા સુધી ભાડુ મોંઘુ પડતું હોય જુનાગઢ યાર્ડમાં જ મગફળી ખરીદ કેન્દ્ર રાખવા કિસાન સંઘની માંગ

જુનાગઢ તા. ૧૦: જીલ્લામાં ૯ કેન્દ્ર પર મગફળી ખરીદી સરકારના આદેશ મુજબ દરેક માર્કેટ યાર્ડમાં થશે પરંતુ ખડીયા ગામ નિગમ ગોડાઉનમાં ખરીદ કેન્દ્ર ખોલતા એક પણ ખેડુત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નથી આવેલ કારણ કે આ કેન્દ્ર જુનાગઢથી ૧પ કિલો મીટર દુર થાય છે તો ભાડું મોંઘુ પડે જેથી ખેડૂતોને પરવડે તેમ નથી ને બીજી વાત કે ખેડૂતો ખર્ચ કરી લઇ જાય ને મગફળી રીજેક થાય તો ડબલ ખર્ચ થાય છે માટે ખેડૂતોને માર્કેટ યાર્ડ સિવાય નો પરવડે કારણ એ પણ છે સારી મગફળી હોય તો ટેકાના ભાવ કરતા પણ ઉંચા ભાવ મળે છે તો ખેડૂતો ખોટ આવા ખડીયા સુધી કોઇના જાય ખરીદ કેન્દ્ર યાર્ડમાં જ હોવું જોઇએ એ માંગ કલેકટર આવેદનપત્ર કિસાન સંઘના મનસુખભાઇ પટોળીયાએ આપેલ છે.

શ્રીગોડ બ્રહ્મ સમાજની સમૂહ ભાગવત સપ્તાહ યોજાશે

પૂ. મુંડીયા સ્વામી ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તા. ૧૧-૧૧-ર૧ થી ૧૮-૧૧-ર૧ સુધી શિવમ પાર્ટી પ્લોટ ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રાખેલ છે જેમાં ર૦ પોથી પાટલા છે તેમજ કથા દરમિયાન આઠ દિવસ દરરોજ અલગ અલગ વકતાશ્રીઓ રસપાન કરાવશે દરરોજ રાત્રે ૭ કલાકે મ્યુઝિકલ કાર્યક્રમ તેમજ ડાયરા અને સન્માન કાર્યક્રમ રાખેલ છે. રાત્રે ૮ કલાકે દરરોજ પ્રસાદ ભોજન આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રથી જ્ઞાતિ બંધુઓ કથા શ્રવણ કરવા આવશે આઠ દિવસ દરમિયાન જ્ઞાતિસમાજના વડાઓ સંતો અને ઓફિસરો પત્રકારો સમય આપશે તૈયારી ટ્રસ્ટના સભ્યો કરી રહ્યા છે એવી યાદી મંત્રી અજિત પંડયા જણાવે છે.

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) જુનાગઢ દ્વારા આયોજિત ''શ્રીમદ્દ ભાગવત કથા''ના પૂર્ણાહુતિ પ્રસંગે તારીખ ૧ર-૧૧-ર૦ર૧ના રોજ ''ધર્મ સભા'' અને ''બ્રહ્મ ચોર્યાસી''નું આયોજન ધાર્મિક ફાર્મ, ગિરનાર રોડ, ગાયત્રી મંદિર સામે ખાતે કરેલ છે. ધર્મસભા-બપોરે ૧૦ થી ૧ર, બ્રહ્મ ચોર્યાસી-બપોરે ૧ર વાગ્યે થશે.

(1:15 pm IST)