Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભાવનગરમાં લેબોરેટરીમાં કામ કરતી યુવતિ ઉપર છરી ઝીંકાઇ

 

ભાવનગર તા. ૧૦ : ભાવનગરમાં લેબોરેટરીમાં કામ કરતી યુવતી ઉપર યુવાને છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરતા હોસ્‍પિટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્‍તારમાં રહેતી અને લેબોરેટરીમાં કામ કરતી યુવતી કંચન કિશનભાઇ દેવાણી (ઉ.૨૫) શહેરના દેવરાજનગર રોડ, નંદકુંવરબા મહિલા કોલેજ નજીક રસ્‍તા પરથી પસાર થતી હતી ત્‍યારે ભરતનગર વિસ્‍તારમાં જ રહેતા એક યુવાને તેણી ઉપર છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં જ ભરતનગર પોલીસનો સ્‍ટાફ બનાવ સ્‍થળે દોડી ગયો હતો.

ઇજાગ્રસ્‍ત યુવતીને ૧૦૮ ઇમરજન્‍સીમાં સર ટી હોસ્‍પિટલ ખસેડાયેલ છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(1:00 pm IST)