Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વાંકાનેરમાં કેશરીયા પરિવાર આયોજીત ભાગવત કથામાં કાલે શ્રીરામ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૧૦ :  'કેશરીયા પરિવાર'દ્વારા અહીંના શ્રી લોહાણા મહાજનવાડી, દીવાનપરા ખાતે કેશરીયા પરિવારના પૂજય પિતાશ્રી મથુરાદાસ લાલજીભાઈ કેશરીયા તથા માતૃશ્રી દિવાળીબેન મથુરાદાસ કેશરીયા તથા ગોપાલદાસ મથુરાદાસ કેશરીયા તેમજ સર્વે ગોલોંકવાસી પૂર્વજોના મોક્ષાર્થે 'કેશરીયા પરિવાર' દ્વારા તા, ૭ મીથી રવિવાર થી તા, ૧૪ મી રવિવાર સુધી 'શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ' ચાલી રહેલ છે જે કથા માં આજે સાંજે તા, ૧૦ / ૧૧ / ૨૧ ના બુધવાર ના રોજ 'નૃસિંહ પ્રાગટ્ય' થશે તેમજ આવતીકાલે શ્રી જલારામ જયંતીના રોજ તા.૧૧ / ૧૧ / ૨૧ ને ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે 'શ્રી રામ જન્મ' અને સાંજે ૬:૩૦ કલાકે 'શ્રી કૃષ્ણ જન્મ' ( નંદ મહોત્સવ મટુકી ફોડ ) કાર્યક્રમ સાથે 'પલ ના દર્શન થશે' ગઈકાલે કથાના ત્રીજા દિવસે વ્યસપીઠ ઉપરથી જાણીતા ભાગવતાચાર્ય પરમ પૂજય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી.પી.જોષી કહેલ કે 'અર્પણ, તર્પણ, અને સમર્પણ ઈ ભાગવત થી પ્રાપ્ત થાય છે. ભગવાને તમને આપ્યું હોય તો એકવાર અવશ્ય કથા કરાવી, તમને પિતૃઓએ સંપતી આપી હોય તો આવા ભગવત કાર્ય કરીને તેમને સમર્પણ કરીયે, આ ભાગવત કથા સાંભળ્યા પછી તમે બધા અરસ્પર સંપથી રહેજો બાપ, 'ભાગવત મરણ સુધારે છે અને રામાયણ જીવન સુધારે છે' અનેકતામાં નેકતાનુ દર્શન કરાવે ઈ ભારતીય સંસ્કૃતિ છે, 'સદગુણો માટે તો તમારે કથામાં આવવું જ પડે, તમારા બાળકોને એવી જગ્યાએ ભણાવો કે ભારતીય સંસ્કૃતિ નુ ખ્યાલ આવે, ભાગવત ઈ વૈષ્ણવોનુ ધન છે લક્ષ્મી પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને આવા સતકાર્ય માટે વપરાય છે ભગવાનની કૃપા કેટલા પ્રકારે ઉતરે છે મહાલક્ષમી, ઈશ્વરની નજીક આપણે જેમ જઇયે તમને ભગવાનના ચરણાવિદમાં અતિશય પ્રાપ્ત થાય ગુરૂ એ જે મંત્ર આપ્યો છે જે નામ સ્મરણ કરવાનું તમે ગમે તેના ઉપાસક હોય નામ તમારૃં એટલું મજબૂત હોવું જોઈએ ઈશ્વર પ્રત્યે પ્રેમ થાય નામ સ્મરણ મજબૂત બંને, બીજો પ્રગટ છે લોકો યાત્રા કરવા જાય, પીકનીકમાં જાય પરંતુ ભાવિક હોય વૈષ્ણવ હોય અહીંયા તિર્થોનો મહિમા છે ત્યાં આપણે સ્નાન કરીયે તિર્થોના ધામોનુ ખુબ જ મહત્વ છે, અને પરમાત્માને પામવા માટે તમારે આગણે આવવું હોય સદ્દકાર્યથી આવે કેશરીયા પરિવારનુ આયોજન ઈ આપણું આયોજન છે તમારા દરેક પ્રશ્નો કથા સાંભળવાથી સોલ થાય છે, 'બિનુ સતસંગ બીબેક ન હોઈ , રામ કૃપા બિનુ શુભ દુર્લભ ન હોઈ' જયારે પરમાત્માની કૃપા થાય ત્યારે આવા સતસંગ મળે છે , ઈશ્વરે જે મનુષ્ય અવતાર આપ્યો છે આ મનુષ્ય અવતારમાં ભગવાનની નિરંતર સ્મરણ કરવું 'અબ સોપ દીયા ઇસ જીવન કા, આવા સરસ મજાના કીર્તન સાથે પૂજય શાસ્ત્રીજી શ્રી અનિલપ્રસાદદાસજી જોષી શ્રીમદ્દ ભાગવત કથા વિસ્તાર સાથે પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીત ની શેલી સાથે ભાગવત કથાનુ રસપાન કરાવી વૈષ્ણવો ને કૃતાર્થ કરી રહી રહયા છે આવતીકાલે કથામાં શ્રી રામ જન્મ તેમજ શ્રી કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ મટુકી ફોડ)નો કાર્યક્રમ સાથે 'પલના દર્શન' સાથે થશે આ દિવ્ય પાવન રૂડા અવસરે સર્વે વૈષ્ણવો ને કથા શ્રવણ કરવા પધારવા 'કેશરીયા પરિવાર' વાંકાનેર દ્વારા નિમંત્રણ છે જે યાદી શ્રી રાજુભાઈ કેશરીયાની યાદીમાં જણાવાયું છે.

(11:00 am IST)