Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દુબઇ ખાતે નૂતન બીએપીએસ મંદિરની મુલાકાતે

 જામકંડોરણા : ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને યુવા નેતા જયેશભાઇ રાદડીયાએ દુબઇ (યુએઇ)ના પ્રવાસ દરમ્‍યાન દુબઇના અબુધાબી ખાતે બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થાન દ્વારા નિર્માણાધીન ભવ્‍ય હિન્‍દુ મંદિરની મુલાકાત કરતા આ ભવ્‍ય મંદિરની કામગીરીથી જયેશભાઇ રાદડીયાને પૂ.બ્રહ્મવિહારી સ્‍વામી તેમજ આત્‍મીય હરિભકતો નિપુલ પટેલ, પ્રવિણભાઇ દેસાઇ, કેયુરભાઇ ખારવા સહિતના આગેવાનોએ હાજર રહી આ મંદિર વિશે અવગત કરાયા હતા. આ સાથે દુબઇ અબુધાબી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના પૂજ્‍ય બ્રહ્મવિહારી સ્‍વામીએ જયેશભાઇ રાદડીયાનું સન્‍માન કર્યું હતુ અને આ ભવ્‍ય હિન્‍દુ મંદિર બની રહ્યુ છે તે અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી અને ભારતનું ગૌરવ ગણાવ્‍યુ હતું. આ સમયે જયેશભાઇ રાદડીયાએ મંદિરની કામગીરીને બિરદાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા)

 

(10:37 am IST)