Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અંજાર અને બોટાદ સર્કલમાં વીજ તંત્રની નવા વર્ષની બોણીઃ વીજ ચોરી ઝડપી લેવા ૪૭ ટીમોના દરોડા

૧૦ ફીડર વિસ્તાર અને ૧૬ ગામડા-તાલુકા ક્ષેત્રમાં બપોરથી ધોંસ

રાજકોટ તા. ૧૦: પીજીવીસીએલ દ્વારા નવા વર્ષની બોણીમાં આજથી શ્રી ગણેશ શરૂ કરાયા છે, અંજાર અને બોટાદ સર્કલમાં વીજ ચોરી ઝડપી લેવા સવારથી ૪૭ ટીમોના દરોડાનો દોર શરૂ કરાયો છે.

કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ SRP-વીડીયોગ્રાફરોની ટીમોને સાથે રાખી અંજાર-ટી, અંજાર-આર-૧, અંજાર-આર-ર, ઉપરાંત બોટાદ સર્કલમાં ગઢડા-આર-૧, ગઢડા-આર-ર, તથા ઢસા સબ ડિવીઝન ક્ષેત્રમાં ધોંસ બોલાવાઇ છે, વીજ વર્તુળોના કહેવા મુજબ કુલ ૧૦ ફીડર વિસ્તારો અને ૧૬ જેટલા ગામડા-તાલુકા ક્ષેત્રમાં બપોરથી ચેકીંગ શરૂ કરાયું છે.

(3:15 pm IST)