Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબીના જેતપર ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સો ઝડપાયા:એક નાશી ગયો

મોરબીના જેતપર ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝપડી પડયા હતા જ્યારે એક નાશી જતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

               મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના જેતપર ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ કાનાભાઈ હિંડોચા, લખમણભાઈ મોતીભાઈ માથાસોલીયા, નીલેશભાઈ વેલજીભાઈ બાવરવા અને નાજાભાઈ પરસાડીયાને રોકડ રકમ ૬૭૦૦ તથા મોટર સાઈકલ કીમત રૂ.૪૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૬૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપી સતીશભાઈ ચંદુભાઈ જાનવા નાશી જતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(11:56 pm IST)