Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબીના ભડીયાદ ગામે પાણી ઢોળવા બાબતે ઠપકો આપતા વિલાયતી નળિયું માર્યું : મહિલાને પગમાં ઇજા

મોરબીના ભડીયાદ ગામે પાણી ઢોળવા બાબતે પાડોશી વચ્ચે બોલાચાલી બાદ સામાન્ય મારામારી થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી તાલુકાના ભડિયાદ ગામે રહેતા ઈન્દ્રાબા ગગુભા જાડેજાના ઘર પાસે પાડોશમાં રહેતા વશુબેને પાણી ઢોળતા ફરિયાદી ઇન્દ્રાબાએ ઠપકો આપવા જતા આરોપી દેવસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલાએ વશુબેનની તરફદારી કરી ફરિયાદી ઇન્દ્રાબાને ગાળો કાઢી વિલાયતી નળિયું ઉપાડી ફરીયાદી ઇન્દ્રાબાના પતિ ગગુભા કેણજીભા જાડેજાને જમણા પગે નળિયું ઘા કરી મારતા ફેકચર જેવી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ ઇન્દ્રાબાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરીયાદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 pm IST)