Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબી -માળિયા હાઈવે પર રિક્ષા-મેટાડોર વચ્ચે અકસ્માત:ઈજાગ્રસ્ત બે મહિલાના મોત

રોડ પર ઉભેલી છકડો રિકશાને મેટાડોરે પાછળથી ટક્કર મારતા 5 ઘવાયા

મોરબી : હળવદ માળીયા હાઈવે ઉપર હરિકૃષ્ણ ધામન જીક રિક્ષા અને મેટાડોર વચ્ચે ટક્કર થતા થયેલ અકસ્માતમાં  ઈજા પામેલા કુલ પાંચ વ્યક્તિમાંથી બે મહિલાના મોત થયા છે.જયારે એકની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. ભોગ બનેલા રિક્ષાના ડ્રાઈવરે મેટાડોર ચાલક વિરુદ્ધ હવળદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત સર્જીને મેટાડોર લઈને નાસી ગયેલા ડ્રાઈવરની સ્થાનિક પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ હળવદના ખાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન કરતા સુખદેવભાઈ નાગજીભાઈ ધામેચા (ઉં. 33) થોડા દિવસ અગાઉ પોતાની રિક્ષા લઈને ઉભા હતા ત્યારે પાછળથી મેટાડોર નંબર GJ 23W 9546ના ચાલકે છકડો રિક્ષા નંબર GJ1CU 7195ને હડફેટે લીધી હતી.

  મેટાડોર અથડાતા રિક્ષામાં સવાર મધુબેન કિર્તીભાઈ કોળી, નયનાબેન ચાવડા, રણછોડભાઈ અને ટુંડાભાઈ સહિત કુલ પાંચને ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન મધુબેન કિર્તીભાઈ તેમજ નયનાબેન ચાવડાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને મેટાડોરના ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(7:22 pm IST)