Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કોડીનારમાં ૮ દુકાનોમાં તસ્કરો ખાબકયા

કોડીનારઃ  કોડીનાર-વેરાવળ હાઇવે પર ગતરાત્રીના પાંચ તસ્કરો ખાબકયા હતા અને હોન્ડાના શોરૃમમા તેમજ હસમુખ ફર્નીચર નામની દુકાનમાં ખાબકતા ચોકીદારે દેકારો કરતા નાસી છૂટયા હતા. પાંચેય તસ્કરો સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયા હતા.  બાદમાં ઝાલાલ સેન્ચુરીની ઓફીસમાં ખાબકયા હતા. જે.એસ પરમાર કોલેજના જીમમા પણ પ્રયાસ કર્યો હતો.  અને દક્ષિણામૂર્તિ સોસાયટીમા રહેતા સ્કુલ સંચાલક ગોપાલભાઇ રાઠોડના મકાનના તાળા તોડીને રૃ. ૧૮ હજાર તથા બાજુમા રહેતા વજુભાઇ માસ્તરના મકાનમાંથી ૧૦ હજારનો હાથફેરો કરેલ હતો.  અન્ય બે મકાનોમાં પણ ચોરીના પ્રયાસો કર્યા હતા. આ અંગેની પોલીસને જાણ થતા  પોલીસ માત્ર આંટો મારીને જતી રહી હતી.          આ બનાવના પગલે ગ્રામજનોમાં  ભારે રોષ વ્યાપી ગયો હતો.

(12:37 pm IST)