Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કાલાવડ બસ ડેપોમાં ઉતારૃના ખીસ્સામાંથી ગઠિયો ૧ લાખ સેરવી ગયો

જામનગરઃ મૂળ કાલાવડના વતની અને હાલ રાજકોટમાં તિરૃપતિ બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતા છગનભાઇ કાબાભાઇ ફળદુ ખેડુત ગઇ કાલે સાંજે ખેતીની આવકના એક લાખ રૃપિયા ખીસ્સામાં રાખ્યા હતા.  આ રકમ કોઇ ગઠિયો નજર ચુકવી સેરવી ગયો હતો.  થોડીવાર પછી છગનભાઇને ખિસ્સામાંથી રોકડ રકમ ગાયબ થઇ ગઇ હોવાનું  ધ્યાનમાં આવતા તૂરંત જ કાલાવડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અને  ફરિયાદ નોંધાવી હતી. કાલાવડ પોલીસે સી.સી.ટીવી કેમેરા વગેરેની મદદથી તપાસ હાથ ધરી છે.

 

(12:36 pm IST)