Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કુતિયાણાના માંડવા ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત: બે લોકોના કરૂણમોત :બે લોકોં ઈજાગ્રસ્ત

ઇજા પામેલા લોકોને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

 

પોરબંદર કુતિયાણાના માંડવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં  બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતદેહને પી.એમ અર્થે રાણાવાવ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

 

   જાણવા મળતી વિગત મુજબ કુતિયાણાના માંડવા પાસે કાર પસાર થઈ રહી હતી ત્યારે કારનું ટાયર અચાનક ફાટતા પૂર ઝડપે જઈ રહેલ કાર રસ્તાની સાઇડમાં ઉતરી ગઈ હતી. જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(11:44 pm IST)