Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વલસાડ જિલ્લાનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હાના નાસતો ફરતો આરોપી હરભિમ વેગડને ઝડપી લેતી ભાવનગર એલસીબી

ભાવનગર ;વલસાડ જિલ્લાના વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી હરભિમ વેગડને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.તથા એલ.સી.બી.સ્ટાફને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફ ભાવનગરર વિસ્તારમાં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.

   આ દરમ્યાન ભાવનગર,ઘોઘા રોડ,પ્રગતિ સોસાયટી, બહુચરાજી મંદિર પાસે આવતાં પો. કોન્સ.મીનાજભાઇ ગોરી તથા જયદિપસિંહ ગોહિલને બાતમી મળેલ કે, વલસાડ જીલ્લાનાં વાપી ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૭૪૭/૧૬ પ્રોહી.એકટ કલમઃ- ૬૬(૧) બી,૬૫ એ,ઇ,૧૧૬ બી, ૮૧ મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી હરભીમ મનજીભાઇ વેગડ (રહે.પ્લોટ નં.૨૪,પ્રગતિ સોસાયટી, ઘોઘા રોડ,ભાવનગર) તેનાં ઘરનાં દરવાજા પાસે ઉભો છે

   આ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી હરભીમ મનજીભાઇ વેગડ (ઉ.વ.૨૮) (રહે.પ્લોટ નં.૨૪,પ્રગતિ સોસાયટી,ઘોઘા રોડ,ભાવનગર)હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

  આ અંગે વલસાડ જિલ્લાનાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય.જેથી નાસતાં-ફરતાં આરોપીને વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

  આમ, ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર, શકિતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી,જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

 

(8:21 pm IST)