Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છેલ્લાં પંદર વર્ષોથી ગરીબોને મફત દવા આપતી ભાવનગરની સંસ્થા એટલે ડ્રગબેન્ક

દાતાઓ દ્વાર આવતી અને નાગરિકો દ્વારા એકત્ર કરવામાં આવતી દવાઓ ડ્રગબેન્કમાં સતત ઠલવાતી રહે તે જોવાની ફરજ ભાવનગરનાં સંપન્ન લોકોએ સુપેરે નિભાવ

 

ઘરની એકમાત્ર કમાતી વ્યક્તિ કે ઘરમાં કિલ્લોલ કરતાં વહાલા બાળકો બિમાર પડે એટલે મોંઘી દવા કેવી રીતે ખરીદીશું તે ગડમથલ ગરીબ ઘરમાં શરુ થાય. દવાનાં અભાવે સ્વજન ગુમાવવો પડે તેવી કરુણ પરિસ્થિતિથી મુંઝાયેલા સાડા-ચાર-હજાર જેટલાં દર્દીઓ મહીનેદહાડે અહીંથી મફત દવાઓ મેળવે છે. દવા મેળવીને અનેક ગરીબ પરિવારો છીન્નભિન્ન થતાં બચ્યા છે. ભાવનગરની ડ્રગબેન્ક ઉપર આવીને આવા ગરીબ દર્દીઓ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપે એટલે સ્ટોકમાં હોય તે બધી દવાઓ મળી જાયદાતાઓ અને કાર્યકરો પ્રત્યે માટે અહોભાવ વ્યક્ત કરીને દર્દીઓએ ખૂબ આશીર્વાદ આપ્યા છે.

આપ પણ પ્રવૃત્તિ માટે દવાઓ એકત્ર કરવામાં મદદરૂપ થઈ  શકો છો. આડોશી-પાડોશી, મિત્રવર્તુળ, સાથી કર્મચારીઓ પાસે પડી રહેલી બિનઉપયોગી દવાઓ એકત્ર કરીને ડ્રગબેન્કને આપી શકાય. આપનાં સ્વભંડોળમાંથી નાની રકમ ફાળવીને ડબ્બો ખરીદીને નાગરિકો તરફથી દવાઓ દાનમાં મળે તે માટે તમારા સોસાયટી - ફ્લેટની સિક્યુરિટી-કેબીન પાસે, વ્યવસાયનાં સ્થળે કે જાહેરસ્થળોએ ડ્રગબોક્સ મૂકી શકાય. અને રીતે એકત્ર થયેલી દવાઓ ડ્રગબેન્ક ઉપર પહોંચતી કરી શકાય

ડ્રગબેન્કનાં સેવાકાર્યને પ્રોત્સાહન આપવા માટે આપ દવાઓ એકત્ર કરીને મેડીસીન હાઉસ - ડ્રગબેન્ક, 17, સૂર્યદર્શન કોમ્પ્લેક્ષ, તન્ના ટ્રાવેલ્સ સામે, રબ્બર ફેક્ટરી સર્કલ, ભાવનગર ઉપર પણ પહોંચતી કરી શકો છો

ફેસબુક પેઇજ લીન્ક: https://www.facebook.com/drugbankofgujarat

વેબસાઇટ: www.drugbankofgujarat.com

(2:49 pm IST)