Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભાઈબીજે દ્વારિકામાં હજારો યાત્રિકોએ ભગવાન દ્રારિકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

 

દેવભૂમિ દ્વારકા :આજે ભાઈબીજ દિવસે નિમિત્તે દ્વારકામાં હજારો યાત્રિકોએ  ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.એમ  કહેવાય છે કે ભગવાન તેમની બહેન સુભદ્રાના ઘરે જઇને આજે ભોજન કરે છે. તેથી ભાઈબીજના દિવસે યાત્રીકો તેમજ સ્થાનિકો દ્વારકા આવીને શ્રીકૃષ્ણના દર્શન કરીને ભાવ વિભોર બની જાય છે. અને ભાઇબીજની ઉજવણી કરે છે.

(11:51 am IST)